કેન્દ્ર સરકાર બાપૂને 'રાષ્ટ્રપિતા'ની ઉપાધિ આપવા તૈયાર નથી
Read more at: http://gujarati.oneindia.in/news/india/constitution-does-not-permit-father-of-the-nation-title-004748.html
Search Newsletter Share This Story 0 વનઇન્ડિયા » ગુજરાતી » સમાચાર »
ભારત કેન્દ્ર સરકાર બાપૂને 'રાષ્ટ્રપિતા'ની ઉપાધિ આપવા તૈયાર નથી Posted
by: KumarDushyant Published: Tuesday, February 19, 2013, 18:53 [IST]
Ads by Google Looking OF Saving Tax? Buy Health Insurance & Save Tax
Over & Above sec 80C. Free Quote! ICICILombard.com/Health_Insurance
Constitution Does Not Permit Father Of The Nation Title લખનઉ, 19
ફેબ્રુઆરી: કેન્દ્રિય ગૃહ મંત્રાલયે બાપૂને રાષ્ટ્રપિતાની ઉપાધિ આપવાની
મનાઇ કરી દિધી છે. ગૃહ મંત્રાલયે સંવિધાનના નિયમોનો હવાલો આપતાં કહ્યું
હતું કે દેશનું સંવિધાન ફક્ત શૈક્ષણિક અને સૈન્ય ઉપાધિઓ ઉપરાંત બીજી કોઇ
ઉપાધિ આપવાની પરવાનગી આપતી નથી. સૂચનાના અધિકાર હેઠળ માંગવામાં આવેલી
જાણકારીમાં આ ખુલાસો થયો છે કે ગૃહ મંત્રાલયે મહાત્મા ગાંધીના અંગત સચિવ
રહી ચુકેલા કલ્યાણમના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે, જેમાં તેમને
મંત્રાલય પાસે આ અંગે વક્તવ્ય રજૂ કરવાનું કહ્યું હતું. લખનઉની આરટીઆઇ
કાર્યકર્તા એશ્વર્યા પરાશરે કેન્દ્ર સરકાર પાસે પહેલાં આ જાણાકરી માંગી
હતી કે ગાંધીજીને રાષ્ટ્રપતિ કેમ કહેવામાં આવે છે? આ મુદ્દે તેને
જણાવવામાં આવ્યું હતું કે ગાંધીજીને સરકારી રીતે આ પ્રકારની કોઇ ઉપાધિ
આપવામાં આવી નથી. ત્યારબાદ એશ્વર્યાએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર
લખીને રાષ્ટ્રપતિની ઉપાધિથી વિભૂષિત કરતાં આ જાહેરાત કરવાની પ્રાર્થના
કરી હતી. આ મુદ્દે મંત્રાલયે તેમને સંવિધાનની કલમ 18 (1) નો હવાલો આપતાં
જણાવ્યું હતું કે મિલેટ્રી ટાઇટલ અને શૈક્ષણિક ઉપાધિઓ સિવાય સરકાર કોઇ
ઉપાધિ આપી શકતી નથી, માટે આવું કરવું મુશ્કેલ છે. આ જાણકારી સામે આવ્યા
બાદ સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને મહાત્મા ગાંધીના અંગત સચિવ વી
કલ્યાણમે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને પત્ર લખીને બાપૂને રાષ્ટ્રપિતાની
ઉપાધિથી વિભૂષિત કરવાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે ગૃહ મંત્રાલય
આ મુદ્દે વ્યક્તવ્ય જાહેર કરે કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપિતાની ઉપાધિ આપવા
અંગે શું વિચારે છે. એશ્વર્યાએ 26 જાન્યુઆરીએ ફરી પત્ર લખીને ગૃહ
મંત્રાલય પાસે બાપૂના અંગત સચિવના પત્ર પર કરવામાં આવેલી કાર્યવાહીની
માંગણી કરી. હવે 15 ફેબ્રુઆરીએ કેન્દ્રિય જનસૂચના અધિકારી અને નિર્દેશક
શ્યામલા મોહને જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે કોઇ નિવેદન જાહેર કરશે
નહી કારણ કે સંવિધાન એવી ઉપાધિ આપવાની મનાઇ કરે છે. તેમને બાપૂના અંગત
સચિવના નિવેદન આપવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.
Read more at: http://gujarati.oneindia.in/news/india/constitution-does-not-permit-father-of-the-nation-title-004748.html
No comments:
Post a Comment